Skip to main content

ભારતીય રેલવેનું ડીઝલ એન્જીન લિટરદીઠ કેટલી સરેરાશ આપે છે? ટ્રેન સ્થગિત હોય ત્યારે પણ એન્જીન ચાલુ કેમ રખાય છે?

રેલવેનું ડીઝલ એન્જીન વાસ્તવમાં ડીઝલ-ઇલેક્ટ્રિક એન્જીન હોય છે. ડીઝલ બાળતું એન્જીન તેમાં ઇલેક્ટ્રિક મોટરોને ફેરવે છે અને તે મોટર પૈડાંને ધૂમાવી પ્રવાસ માટે ગતિશક્તિ પેદા કરે છે. ભારતીય રેલવેના બધા ડીઝલ એન્જીનો સમાન હોર્સપાવરના નથી, એટલે કાર્યશક્તિ મુજબ લિટરદીઠ સરેરાશમાં ફર્ક પડે છે. કોઈ એકાદનું ઉદાહરણ લેવું રહ્યું, માનો કે ડીઝલ એન્જીન WDG 4 છે.(W = બ્રોડ ગેજ, D = ડીઝલ, G = ગુડ્ઝ ટ્રેન, 4 = 4000 હોર્સપાવર). આ ડીઝલ રેલવે એન્જીનોને નટરાજ, કૌશલ, ઐરાવત, નીલકંઠ, ગીર લાયન, મરૂરાજ વગેરે નામો આપ્યા છે. સાધારણ રીતે 4,500 મેટ્રિક તાણનો બોજો ખેંચતું WDG 4 પ્રતિલિટરે 0.25 કિલોમીટરની સરેરાશ આપે છે. એક કિલોમીટર કાપવા 4 લીટર ડીઝલ બાલી નાખે છે. મુંબઈથી અમદાવાદ સુધીનું અંતર કાપવા માટે 1,952 લીટર ડીઝલ જોઈએ. મુંબઈ અમદાવાદની ટ્રેન માર્ગમાં સુરત જેવા સ્ટેશને વિસ મિનિટ સુધી થોભેલી હોય એ દરમ્યાન પણ એન્જીન ચાલુ રાખવું સલાહભર્યું છે. આર્થિક કારણકે બેન્ડ એન્જીનને ચાલુ કરી સ્થગિત ગતિમાં લાવવા માટે 30થી 50 લીટર ડીઝલનો દાટ વળી જાય છે. ભારતના  રેલવેખાતાએ આપેલા દિશાનિર્દેશ મુજબ સ્ટેશને ટ્રેનનું રોકાણ 30 મિનિટ કરતા વધુ સમયનું હોય એવા જ સંજોગોમાં ડ્રાયવરે એન્જીન બંદ કરવું જોઈએ.

Comments