Skip to main content

Posts

Showing posts from August, 2017

ભારતીય રેલવેનું ડીઝલ એન્જીન લિટરદીઠ કેટલી સરેરાશ આપે છે? ટ્રેન સ્થગિત હોય ત્યારે પણ એન્જીન ચાલુ કેમ રખાય છે?

રેલવેનું ડીઝલ એન્જીન વાસ્તવમાં ડીઝલ-ઇલેક્ટ્રિક એન્જીન હોય છે. ડીઝલ બાળતું એન્જીન તેમાં ઇલેક્ટ્રિક મોટરોને ફેરવે છે અને તે મોટર પૈડાંને ધૂમાવી પ્રવાસ માટે ગતિશક્તિ પેદા કરે છે. ભારતીય રેલવેના બધા ડીઝલ એન્જીનો સમાન હોર્સપાવરના નથી, એટલે કાર્યશક્તિ મુજબ લિટરદીઠ સરેરાશમાં ફર્ક પડે છે. કોઈ એકાદનું ઉદાહરણ લેવું રહ્યું, માનો કે ડીઝલ એન્જીન WDG 4 છે.(W = બ્રોડ ગેજ, D = ડીઝલ, G = ગુડ્ઝ ટ્રેન, 4 = 4000 હોર્સપાવર). આ ડીઝલ રેલવે એન્જીનોને નટરાજ, કૌશલ, ઐરાવત, નીલકંઠ, ગીર લાયન, મરૂરાજ વગેરે નામો આપ્યા છે. સાધારણ રીતે 4,500 મેટ્રિક તાણનો બોજો ખેંચતું WDG 4 પ્રતિલિટરે 0.25 કિલોમીટરની સરેરાશ આપે છે. એક કિલોમીટર કાપવા 4 લીટર ડીઝલ બાલી નાખે છે. મુંબઈથી અમદાવાદ સુધીનું અંતર કાપવા માટે 1,952 લીટર ડીઝલ જોઈએ. મુંબઈ અમદાવાદની ટ્રેન માર્ગમાં સુરત જેવા સ્ટેશને વિસ મિનિટ સુધી થોભેલી હોય એ દરમ્યાન પણ એન્જીન ચાલુ રાખવું સલાહભર્યું છે. આર્થિક કારણકે બેન્ડ એન્જીનને ચાલુ કરી સ્થગિત ગતિમાં લાવવા માટે 30થી 50 લીટર ડીઝલનો દાટ વળી જાય છે. ભારતના  રેલવેખાતાએ આપેલા દિશાનિર્દેશ મુજબ સ્ટેશને ટ્રેનનું રોકાણ 30 મિનિટ કરતા...

પર્વતારોહકો માટે સૌથી કપરૂ અને જોખમી હિમશિખર કયું છે?

પાકિસ્તાનના કબજામાં ગયેલા કાશ્મીરી પ્રદેશનું 8,611 મીટર ઊંચું k2 તેની ઉભી કરાડોને લીધે તેમજ ખરાબ હવામાનને કારણે પર્વતારોહકો માટે સૌથી જોખમી અને જાનલેવા નીવડ્યું છે. રેશિઓ 4:1નો રહ્યો છે- અર્થાત 4 જણા જાલિમ પર્વત કહેવાતા k2ની ટોચે સફળતાપૂર્વક પહોંચે તો એ કામિયાબી સામે 1નું યાને કે પાંચમાનું મૃત્યુ નિપજયાનો દર નોંધાયો છે. ઊંચાઇમાં 237 મીટર ચડિયાતો એવરેસ્ટ મેં, 1953માં સર થયો, જયારે k2નું પહેલું સફર આરોહણ ત્યાર પછીના વર્ષે 19954માં શક્ય બન્યું. જાનહાનિના રેશીઓને જુદા પરિપેક્ષમાં મુકો તો નેપાળનો 8,091 નો અન્નપૂર્ણા પર્વત k2ને આંટી જાય છે. સફર આરોહણને બદલે 'સફળ પુનરાગમન' મુજબ જોતા અન્નપૂર્ણાના સરેરાશ 100 પૈકી 34 આરોહકો પાછા ફરતા નથી.પહાડમાં જ ખપી જાય હોય છે. આની સરખામણીએ k2નો આંક 29 છે.

પૃથ્વીના દિવસ અને મંગળના દિવસ વચ્ચે સમયનો મેળ નથી, તો એ રાતા ગ્રહ પરના રોબોટિક વાહનોનું સેકન્ડ-ટુ-સેકન્ડ સંચાલન કરતા નાસાના વિજ્ઞાનીઓ કેવી ઘડિયાળ વાપરે છે?

આ બંને અવકાશી ગોળાઓ એકમેક કરતા સહેજ જુદી ગતિએ  ધરીભ્રમણ કરે છે, માટે દિવસની અવધિમાં ફરક છે, પૃથ્વીનો દિવસ 23 કલાક, 56 મિનિટ અને 4.2 સેકન્ડનો છે, તો થોડોક સ્લો મોશનમાં ફરતા મંગલ પર દિવસ 24 કલાક, 37 મિનિટ અને 22.6 સેકન્ડે બદલાય છે. પૃથ્વીની સરખામણીંએ ત્યાં સવાર 41 મિનિટ અને 18.4 સેકન્ડ મોડી પડે છે. મંગળના દિવસ સાથે તાલ બેસાડવા નાસાના વિજ્ઞાનીઓ રોજ 41 મિનિટ 17.4 સેકન્ડ મોડેથી ભૂમિમથકે તેમની ડ્યુટી શરૂ કરે છે. ઓમેગા કંપનીએ ખાસ બનાવેલી ડિજિટલ ઘડિયાળ તેઓ પહેરે છે, જેમાં પૃથ્વીના 1.02749 સેકન્ડે 1 સેકન્ડ નોંધાય છે. ઘડિયાળ ધીમી ચાલે છે.