Skip to main content

પૃથ્વીના દિવસ અને મંગળના દિવસ વચ્ચે સમયનો મેળ નથી, તો એ રાતા ગ્રહ પરના રોબોટિક વાહનોનું સેકન્ડ-ટુ-સેકન્ડ સંચાલન કરતા નાસાના વિજ્ઞાનીઓ કેવી ઘડિયાળ વાપરે છે?

આ બંને અવકાશી ગોળાઓ એકમેક કરતા સહેજ જુદી ગતિએ  ધરીભ્રમણ કરે છે, માટે દિવસની અવધિમાં ફરક છે, પૃથ્વીનો દિવસ 23 કલાક, 56 મિનિટ અને 4.2 સેકન્ડનો છે, તો થોડોક સ્લો મોશનમાં ફરતા મંગલ પર દિવસ 24 કલાક, 37 મિનિટ અને 22.6 સેકન્ડે બદલાય છે. પૃથ્વીની સરખામણીંએ ત્યાં સવાર 41 મિનિટ અને 18.4 સેકન્ડ મોડી પડે છે. મંગળના દિવસ સાથે તાલ બેસાડવા નાસાના વિજ્ઞાનીઓ રોજ 41 મિનિટ 17.4 સેકન્ડ મોડેથી ભૂમિમથકે તેમની ડ્યુટી શરૂ કરે છે. ઓમેગા કંપનીએ ખાસ બનાવેલી ડિજિટલ ઘડિયાળ તેઓ પહેરે છે, જેમાં પૃથ્વીના 1.02749 સેકન્ડે 1 સેકન્ડ નોંધાય છે. ઘડિયાળ ધીમી ચાલે છે.

Comments