પેટ્રોલની અને ડીઝલની એમ અલગ ટાંકી હોય છે. બાંધકામ દરમિયાન ટાંકીની સંગ્રહક્ષમતા નક્કી કરતી વખતે પેટ્રોલ પંપનું એટલે કે વિતરણ મથકનું શહેરી કે ગ્રામ્ય સ્થાન ધ્યાનમાં લેવું પડે છે. કેમ કે મોટરવાહનોનો ટ્રાફિક બધે સરખો હોતો નથી. વાહનોની ખાસ્સી આવનજાવનના શહેરીમાર્ગની વાત કરો તો પેટ્રોલની ટાંકી મહતમ ૩૦૦૦૦ લીટરની અને ડીઝલની ટાંકી બહુ તો ૪૫૦૦૦ લીટરની કેપેસીટી ધરાવે છે. પેટ્રોલ પમ્પનો વહીવટદાર લગભગ દરરોજ સવારે કમ્પ્યુટર વડે ઇન્ડિયન ઓઈલ જેવી કંપનીને પોતાનો ઓર્ડેર નોધાવી દે છે. માગવામાં આવેલા પુરવઠા અનુસાર કંપની ૧૨૦૦૦ લીટરના અથવા ૨૦૦૦૦ લીટરના ટેન્કર ખટારા રવાના કરે છે. પેટ્રોલ પંપના શહેરી, ગ્રામ્ય કે પછી હાઇવે પરના લોકેશન મુજબ પેટ્રોલની દૈનિક ખપત ૫૦૦૦થી ૧૫૦૦૦ લીટર અને ડીઝલની ૬૦૦૦૦થી ૭૦૦૦૦ લીટર જેટલી રહે છે.
સપ્ટેમ્બર ૧૫, ૧૮૯૧ના રોજ ત્રાવણકોર રાજ્યમાં થીરુવનન્તપુરમ ખાતે જન્મેલા ચેમ્પકારમાન પિલ્લાઇ નામના ક્રાંતિકારીએ દેશને 'જય હિન્દ'નું સ્લોગન આપ્યું હતું. પિલ્લાઇનું ત્રાવણકોર એકાદ સદી થયે અંગ્રેજોના તાબા હેઠળ હતું અને ગુલામીની એ સ્થિતિ બદલાવાના એંધાણ દેખાતા ન હતા. પિલ્લાઇએ ત્રાવણકોરની પ્રજામાં દેશદાઝનો અગ્નિ પ્રગટાવવા 'જય હિન્દ' સુત્રનો પ્રચાર કર્યો. સગાં-સંબંધીઓ જોડે તેમજ મિત્રો જોડે જયારે પણ મુલાકાત થાય ત્યારે અને મુલાકાત બાદ છુટા પડતી વખતે તેઓ અચૂકપણે 'જય હિન્દ' બોલતા હતા. પિલ્લાઈની એ ટેવનો ચેપ તેમના સગાં-મિત્રોને લાગ્યો અને સરવાળે આખા દેશમાં ફેલાયો. ઘણા વર્ષ પછી આઝાદ ભારતના ટપાલખાતાએ તેની પહેલી રંગીન સ્ટેમ્પ 'જય હિન્દ'ના શબ્દો સાથે છાપી.